૨૦૨૩ના ઠરાવથી પ્રસિધ્ધ બદલી નિયમીના પ્રકરણ:- સી(૧) માં થયાન જોગવાઈ મુજબ વિદ્યાર્થી-શિક્ષકના પ્રમાણ અનુસાર શાળાવાર મહેકમ દર વર્ષે ૩૧ જુલાઈની સ્થિતિએ શાળાના સામાન્ય વયપત્રક (જનરલ રજિસ્ટર – G.R.) પર નોધાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવી વિદ્યાર્થી સંખ્યાના આધારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર કરવામાં આવે છે.
સામાન્ય રીતે જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે પ્રવેશ મેળવેલ બાળકોની વિગતો Child Tracking system(CTs) માં એન્ટ્રી/અપલોડ કરવામાં આવે છે તેમજ SAS Portal અને Teacher Portal પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો અપડેટ કરવામાં આવે છે અને તેને આધીન જિલ્લા કક્ષાએથી રજૂ થતી વિગતોને આધારે ૩૧ જુલાઈની સ્થિતિએ આ કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર કરવામાં આવે છે.
રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમ પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર કરવાની પ્રક્રિયા દરમ્યાન શાળાના સામાન્ય વધપત્રકમાં પર નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર થવાના કારણે શાળામાંથી શિક્ષક/મુખ્ય શિક્ષક વધ ના પડે કે માન્ય સ્કુલમાં જવું ના પડે કે શાળામાં મહેકમ જળવાઈ રહે તે માટે નજીકની વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથ મેક શાળા કે ખાનગી શાળાસાંથ વિદ્યાર્થીઓના એલ.સી કાઢી વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાવાળી શાળામાં પ્રવેશ આપી શાળામાં આભાસી વિધાર્થીઓની સંખ્યા દર્શાવી મહેકમ મંજુર કરાવવામાં આવે છે અને ત્યારબાદ મહેકમ મંજુર થયા પછી આવા વિદ્યાર્થીઓને મૂળ શાળામાં પરત પ્રવેશ આપવામાં આવે છે તે મુજબના કિસ્સા શિક્ષણ વિભાગ તેમજ આ કચેરીના ધ્યાને પર આવેલ છે જે ખૂબ જ ગંભીર બાબત છે. તા:- ૩૧/૦૭/૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજુર મહેકમ અંગે ઘટિત થયેલ ઉક્ત મુજબની ઘટનાઓને આ કચેરી દ્વારા ગંભીરતાથી લઈ સંબંધિતો સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાય ધરવામાં આવેલ છે.
રાજયની સરકારી પ્રાથમિક શાળાઓના નિરીક્ષણ માટે મુખ્ય શિક્ષક, બી.આર.સી, સી.આર.સી, કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને ફરજ સોપવામાં આવેલ છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બને છે તે ઉચિત બાબત નથી. આવી ઘટનાઓ ન ઘટે તે માટે સરકારી પ્રાથમિક શાળાઓના નિરીક્ષણની ફરજ સોંપેલ છે તે તમામની જવાબદેહીતા નક્કી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.જે અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ-૧ ના પત્રથી સારી પ્રાથમિક શાળાઓમાં મહેકમ ઘટને સરભર કરવા અન્ય સરકારી પ્રાથમિક શાળાઓ કે ખાનગી શાળામાંથી એલ.સી. કાઢી વિદ્યાર્થીની ઘટવાળી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી
આભાસી વિદ્યાર્થી સંખ્યાના આધારે શાળામાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર ના થાય તે માટે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવા સૂચના આપેલ છે. જે અન્વયે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આભાસી વિદ્યાર્થી સંખ્યા દર્શાવી પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજુર ના થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તે અર્થે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આપની કક્ષાએથી સમગ્ર કામગીરીનું સઘન મોનિટરીંગ થાય તે બાબતે અંગત લક્ષ્ય આપી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. સુચનાઓ:-
1. તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમના કાર્યલેમની તમામ શાળાઓના ૩૧ જુલાઈ અંતિતની સ્થિતિએ ૧ લી ઓગષ્ટ વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટરના તારીજવાળા છેલ્લા પેજની ઝેરોક્ષ કોપી મેળવી રેકર્ડ પર સાચવવાની રહેશે.
2. જે પ્રાથમિક શાળાઓમાં શન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવે છે જો તેમ કરવામાં નહિ આવે તો આ અંગે સબંધિત તાલુક પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીથી/શાસનાધિકારીશ્રીની જવાબદારી લક્કી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેશો.
3. આપના જિલ્લા/નગરના તમામ તાલુકાના સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ તાબા હેઠળની એવી સરકારી પ્રાથમિક શાળાઓ કે જ્યાં નજીવી વિદ્યાર્થી સંખ્યામાં ફેરફારના કારણે (ઉ.દા. તરીકે So વિદ્યાર્થી સંખ્યા સુધી જ શિક્ષક મળવાપાત્ર હોય અને ।૧ વિદ્યાર્થી સંખ્યા મુજબ રૂ શિક્ષક મળવાપાત્ર થાય તે મુજબના લાગુ પડતા કિસ્સામાં) શિક્ષક/મુખ્ય શિક્ષક વપ થવાની કે મહેકમ જળવાવાની શક્યતા સહેકેલી