પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) અંતર્ગત નિયત લાયકાત ધરાવતા કુકત દિવ્યાંગ ઉમેદવારો માટે જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી Head Teacher Aptitude Test (HTAT) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા નીચેના કાર્યક્રમ મુજબ યોજવામાં આવશે.
“દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૨૫” ની જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૧૩/૦૬/૨૦૨૫ થી તા:૨૩/૦૬/૨૦૨૫ દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવ, દિવ્યાંગતાની કેટેગરી, કસોટીનું માળખુ, પરીક્ષા ફ્રી, પરીક્ષા કેન્દ્ર, ઓનલાઈન અરજી કરવાની રીત અને અગત્યની સુચનાઓ સાથેનું જાહેરનામું બોર્ડની વેબસાઇટ http://www.sebexam.org પર મુકવામાં આવેલ છે.