@
લ્યો કરો વાત, પિનકોડને અલવિદા કહી દો
તમારો પોતાનો DIGI પિનકોડ બનાવ્યા પછી કોઈને સરનામું આપવાની જરૂર નહીં પડે
(પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, શનિવાર /તમારું ઘર ક્યાં છે, એડ્રેસ મળતું જ નથી જેવી ફરિયાદ સાથે હવે તમને કોઈનોય ફોન આવશે નહિ. આ કમાલ છે ડીજી પિનની. હા, ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે હવે ડીજી પિન વિકસાવી છે. તેમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસનો અલગ ડીજીપિન જનરેટ કરી શકશે. આ ડીજીપિનને કારણે ઘર અને ઓફિસનું
એક્ઝેટ લોકેશન જોઈ શકાશે. એડ્રેસ શોધવા માટે કોઈને પણ પૂછવાની જરૂર ઊભી થશે નહિ. એકવાર તમે તમારો ડીજી પિન ડેવલપ કરી લેશો તો પછી પોસ્ટલ એડ્રેસમાં તમારે પિનકોડ | લખવાની જફા પણ કરવી પડશે નહિ. આ ડીજી પિનના ૧૦ અક્ષરના આલ્ફાન્યુમરિક કોડની મદદથી તમારા ઘરનું એકદમ ચોક્કસ લોકેશન જાણી શકાશે.
એડ્રેસ શોધવાની ઝંઝટથી મુક્તિ અપાવવા ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે નવી ડિજિટલ એડ્રેસ સિસ્ટમ વિકસાવી
ભારત સરકારના પોસ્ટ ડિપાર્ટમેન્ટે | ડી.જી. પિન ડેવલપ કરી છે. તેની પાછળનો મૂળભૂત હેતુ તમારી કોઈપણ વસ્તુની ડિલીવરી એકદમ સરળતાથી થઈ જાય તે જોવાનો છે. એડ્રેસ શોધવા માટે કોઈને પૂછવાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફથી છૂટકારો મળશે. ડી.જી. પિન દસ અક્ષર અને આંકડાંનો મિક્સ કોડ છે. આ કોડ
સરકારની વેબસાઈટ પર જઈને તેના પર તમારા ઘરનું કે ઓફિસનું લાન્કેશન શોધી કાઢીને તમે પોતે જ તમામો યુનિક કોડ જનરેટ કરી શકશો. યુનિક કોડ જનરેટ થઈ ગયા પછી દૂરસુદૂરના કે ગામડાંના અંતરિયાળ વિસ્તારમાં પણ એડ્રેસવાળું ઘર શોધવામાં તકલીફ પડશે નહિ.
ઓનલાઈન શોપિંગ કરનારા, લોજિસ્ટિકની એટલે કે માલની હેરફેર
તમે તમારો ડી.જી. પિન ક્યાં જનરેટ કરશો
હવે દરેક ઘર માલિક કે ઓફિસ માલિક પોતાની ડી.જી. કોડ ઓનલાઈન જનરેટ કરી શકશે. ડી.જી. કોડ કે ડી.જી. પિન એ ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર છે. સરકારે તેને માટે વેબસાઈટ ચાલુ કરી છે. આ વેબસાઈટ પર જઈને દરેક વ્યક્તિ પોતાનો ડીજી કોડ જનરેટ કરી શકશે. તેને માટે દરેક વ્યક્તિએ ડી.જી. પિન પોર્ટલ https://cdac.indiapost.gov.in/mydigipin પર જઈને ૧૦ અક્ષરને આંકડાંના કોમ્બિનેશનવાળો ડી.જી.પિન જનરેટ કરવાનો રહેશે. ડી.જી. પિન જનરેટ કરનારનું જિયોલોકેશન આધારિત એકઝેટ એડ્રેસ જાણીને એકદમ ચોકસાઈ સાથે તે ઘરે પહોંચીને ટપાલની કે ઓનલાઈન મંગાવેલી વસ્તુઓની ડિલીવરી આપી શકાય છે. ડી.જી. પિન માટે ટપાલ ખાતાએ https://digipin.cept.gov.in ડી.જી. પિન જનરેટ કરવાની સુવિધા આપી છે. બંને પ્લેટફોર્મ ભારત સરકારના પોસ્ટલ વિભાગે ડેવલપ કરેલા છે. આઈઆઈટી હૈદરાબાદ અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર હેઠળ કામ કરતાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના સહયોગથી આ ડી.જી. પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.
પ્રોપર્ટીનું અત્યંત ચોકસાઈપૂર્ણ લોકેશન બતાવે છે. અત્યાર સુધી ચાલી રહેલી પિનકોડ સિસ્ટમમાં બહુ જ મોટા એરિયામાં આવેલી મિલકતોમાંથી તમારી મિલકત કઈ છે તે શોધી કાઢવાની ઝંઝટ કરવી પડતી હતી. ડી.જી. પિનથી ઘર કે ઓફિસનો એક્ઝટ લોકેશન જાણી શકાય છે.
કરવાની સેવા પૂરી પાડનારાઓ અને કોઈ ઈમરજન્સીમાં કોઈને ફોન કર્યો હોય તો ૧૦૮ જેવી સુવિધા આપનારાઓને ઘર કે ઓફિસ કે જે તે લોકેશન શોધી કાઢવામાં જરાય તકલીફ પડશે નહિ. એડ્રેસ પર ડિલીવરી કરવામાં અત્યારે જે ભૂલ થાય છે તે ભૂલ થવાની સંપૂર્ણપણે એટકી જવાની સંભાવના છે. એમેઝોન અને ફિલપકાર્ટ જેવા પ્લેટફોર્મ પરથી
ખરીદી કરનાર ડી.જી.પિન આપી દે તો તેમણે મંગાવેલા પ્રોડક્ટ્સની ડિલીવરી બીજે થવાની સંભાવના નહિવત થઈ જશે. ડિલીવરી આપવાની કામગીરી ઝડપી બની જશે. ડી.જી. પિન રાષ્ટ્રીય સ્તરની જિયો ભોગોલિક વિસ્તારના કોડ)કોડેડ એડ્રેસ સિસ્ટમ છે. ડી.જી. પિન વાસ્તવિક લોકેશનની એકદમ નજીક એટલે કે દસથી પંદર ફૂટ સુધીના અંતરે તમને પહોંચાડી શકશે. અક્ષાંશ રેખાંશને આધારે ડી.જી. પિન લોકેશન ફિક્સ કરતી હોવાથી એડ્રેસ શોધવામાં તકલીફ પડતી નથી. વર્તમાન પિનકોડ સિસ્ટમમાં વિસ્તાર, ગલી અને ઘર નંબરને આધારે એડ્રેસ શોધવું પડે છે. ગૂગલ મેપ કરતાંય વધુ ચોકસાઈથી ડી.જી.પિન લોકેશન સુધી લઈ જાય છે.
ગામડાં કે જંગલ વિસ્તારના કે સમુદ્રની વચ્ચે આવેલા એડ્રેસનું લૉકેશન પણ શોધી શકે છે. ડી.જી. પિનનો ઉપયોગ કરનારનું ટપાલ માટેની સરનામું બદલાઈ જશે નહિ. હા, ડી.જી. પિન જનરેટ કરી દીધા પછી એડ્રેસને વધુ સ્પેસિફિક બનાવવું પડશે નહિ. પિન કોડ તમને વિસ્તારમાં, શેરી સુધી લઈ જઈ શકે છે. પરંતુ ડી.જી. પિન તમારા ઘર કે
ઓફિસથી ૧૨થી ૧૫ ફૂટના અંતર સુધી ટપાલીને કે ડિલીવરી મેનને લઈ જઈ શકે છે. ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે ડી.જી.પિન વધુ અનુકુળ બને તેવી સંભાવના છે.
ગુજરાતમાં કોરોનાન
ડી.જી.પિન જનરેટ કરવા માટે
બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ સાહિત્યની વિગતો
તમારા વિદ્યાર્થીના નામવાળું અને ફોટા વાળું સ્ટીકર બનાવો – પુસ્તકમાં લગાવશો તો બાળકને મજા આવશે
NEET UG 2025 RESULT DECLARED NOW
ધોરણ ૩ થી ૮ તાસ ફાળવણી અને શિક્ષક કાર્યભાર વહેંચણી
દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી – ૨૦૨૫
આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.