જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, સંદર્ભદર્શિત ગુજરાત સરકાર નાણા વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૮/૧૧/૨૦૨૪ના પત્રથી તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા ઠરાવવામાં આવેલ છે જેથી રાજયના પ્રાથમિક શિક્ષકો તેમજ કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાયેલ છે. સદર પરિપત્રનો તા. ૧/૪/૨૦૦૫થી અમલ કરવા માટેનો વિગતવાર પરિપત્ર ઝડપથી કરવામાં આવે તે માટે તા.૭/૧/૨૦૨૫ના પત્રથી આપ સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ બે માસ ઉપરાંતનો સમય થયેલ હોવા છતાં આજદિન સુધી પરિપત્ર થયેલ નથી જેના કારણે શિક્ષકોમાં નારાજગીની લાગણી પ્રવર્તિ છે.
જેથી નવું હિસાબી વર્ષ તા. ૧/૪/૨૫થી શરૂ થાય તે પહેલાં કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતા ખોલવા માટે સૂચના કરવામાં આવે અને તા. ૧/૪/૨૦૨૫થી GPF કપાવવાની શરૂઆત કરવામાં આવે તેવી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘની વિનંતી સહ રજૂઆત છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો