ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભા ગૃહમાં ચોથી વખત બજેટ રજૂ કર્યું હતું. કોઇ પણ નવા કરવેરા વિના વર્ષ 2025-26नं ३पिया 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. . ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
• આવાસ સહાય માટે 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયાની સહાય અપાશે
• દરેક તાલુકામાં સેન્ટ્રાઈલઝ કિચન રથપાશે
• કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સની સુવિધા ઊભી કરાશે
• ITIને અદ્યતન બનાવીને 5 લાખ તાલીમાર્થીઓને તાલીમ અપાશે
• 4 ઝોનમાં આઈ-હબની સ્થાપના કરવામાં આવશે
• LD એન્જિનિયરિંગ સહિત 6 સંસ્થાઓમાં A લેબ સ્થપાશે
• MSME, સ્ટાર્ટઅપ એકમોની સહાય માટે 3600 કરોડની જોગવાઈ
• ટેક્સ્ટાઈલ એકમોને સહાય માટે 2 હજાર કરોડની જોગવાઈ
• અંબાજી ધામના વિકાસ માટે 180 કરોડ
• કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ
• ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,730 કરોડ
• ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે 5 લાખના ધિરાણમાં રાહત આપવા 1252 કરોડની જોગવાઈ
• ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં ₹ 1 લાખની સહાય
• ધહોદમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે
બજેટ હાઇલાઇટ્સ
• ખેત ઓજારોમાં સહાય માટે 1612 કરોડ રૂપિયાની જોગવાઈ
• ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે
• ગીર ગાયના સંવર્ધન માટે પોરબંદરમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે
• નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળ્યો
• સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં સ્પેશિયલ ઝોન વિકસાવાશે
• રિજિયોનલ ઈકોનોમિક ઝોન બનાવીને તમામ જિલ્લાનો વિકાસ કરાશે
• અમદાવાદ, વડોદરા ઉપરાંત દરિયાકાંઠાના જિલ્લાઓના વિકાસ પર ભાર
• કચ્છમાં 37 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટની સ્થાપના પ્રગતિ હેઠળ
• સ્પેશિયલ કોરિડોર માટે 1,020 કરોડ
• ડીસાથી પીપાવાવ નમો એક્સપ્રેસ હાઈવે બનાવવાની જાહેરાત
ગુજરાતની 69 નગરપાલિકાને અપગ્રેડ કરાશે
• સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,730 કરોડ
• અમદાવાદ મેડિસિટીમાં નવી ન્યૂરોલોજી ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે
• PM આવાસ યોજના 2.0 માટે 1,350 કરોડ
• 2 લાખથી વધુ આવાસો બનાવવા માટે 1,795 કરોડની જોગવાઇ
• ગામતળની જમીન ન હોય તો ઘર માટે પ્લોટ ખરીદવા 1 લાખ સુધીની સહાય
સાબરમતી નદી પર 14 વિયર બેરેજ બનાવવા 750 કરોડ
• અમદાવાદ જિલ્લાના નળકાંઠાના ગામોમાં સિંચાઈ સુવિધા વધારવા 875 કરોડ
• 60 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને મહિને 1 હજારની સહાય
• સંત સુરદાસ યોજના હેઠળ 80 ટકાના બદલે હવેથી 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનો માટે વાર્ષિક 12 હજારની સહાય
એસઆરપી, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વિગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરાશે
• લોકભાગીઘરીથી વૃક્ષોનું આવરણ વધારવા માટે 90 કરોડ જોગવાઇ સાથે હરિત વન પથ
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો