પ્રશ્ન (૧): કોઈ પણ કર્મચારી પોતાની ફરજ બજાવવા પ્રત્યે બેદરકારી દાખવે છે અથવા કોઈપણ કર્મચારી જાણ કર્યા વગર ગેરહાજર રહે તો આચાર્યશ્રી કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે?
જવાબ: જો કોઈ કર્મચારી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવે છે ત્યારે આચાર્ય તરીકે તેઓની બેદરકારી દાખવવાને કારણે ઉભી થયેલ મુશ્કેલી આધાર પૂરાવા સાથે પગાર કરનાર અધિકારી (ટી.પી.ઓ.) સમક્ષ રજુ કરવા જોઈએ. આધાર પુરાવા સાથે એટલો માટે કે જો પુરાવા ન હોય તો તે મોટા આક્ષેપમાં ઝપે છે. જો કર્મચારી વગર રજાએ ગેરહાજર રહે તો તે તે દિવસની ગેરહાજરી બાબતે કર્મચારી પાસે લેખિતમાં આધાર પુરાવા સાથે કારણો જાણવા પ્રયત્ન કરવો જોઈએ અને જો આધાર પુરાવા કર્મચારી તરફથી કારણ સહ રજુ થાય તે અથવા ન કરવામાં આવે તો કારણ જણાવતા નથી ના શેરા સાથે પગાર કરનાર અધિકારી સમક્ષ રજુ કરવું જોઈએ. આવું વારંવાર બને તો યોગ્ય કરવા વિનંતી કરવી જોઈએ. ત્યાર પછીની ખાતાકીય યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી તેઓની નથી. જો તે પગલાં ન ભરે તો પણ આચાર્યની જવાબદારી નથી.