(૧) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૩૧/૦૮/૨૦૦૫નો પરિપત્ર ક્રમાંક: કકપ-૧૦૨૦૦૫-૧૫૮૦-વસુતાપ્ર-૧
(२) सामान्य पहीपट विलागलो ता. २७/०१/२०२५नो परिपत्र मांड: GAD/MIS/e-file/1/2025/0225/ARTD1
(૩) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૬/૦૯/૨૦૦૮નો પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૮-૧૦૪૨-વસુતાપ્ર-૧
(૪) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૦/૦૯/૨૦૦૯નો પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૯-૩૭૮-વસુતાપ્ર-૧
પરિપત્ર:
વંચાણે લીધા કમાંક (૧)થી સચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલમાં બેસતી તમામ કચેરીઓના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં નિયમિતતા જળવાય અને તેનુ યોગ્ય મોનિટરિંગ થઈ શકે તે હેતુથી Integrated Securities Access And Men Management System (IACMMS) દાખલ કરવા અંગેની સૂચનાઓ અમલી છે તથા વંચાણે લીધા ક્રમાંક-(૨)થી અધિકારી/કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારી/કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે પ્રાયોગિક ધોરણે સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેક્ટર કચેરી તેમજ ડી.ડી.ઓ. ઑફિસ, ગાંધીનગર, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓમાં તા.૦૧/૦૨/૨૦૨૫થી Digital Attendence System”નો અમલ કરવા અંગે વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
સાથે શરૂઆતના ૩ મહિનાના સમયગાળા માટે “Digital Attendence System”ની સાથે વર્તમાનમાં અમલી રહેલ Integrated Securities Access And Men Management System (IACMMS) હાજરી પ્રથાને પણ ચાલુ રાખવા જણાવેલ છે. આ IACMMS પરનો હાજરી અંગેનો ડેટા ચકાસતાં વિભાગના કેટલાંક અધિકારી/કર્મચારીઓ હાજરી બાબતે અનિયમિત હોવાનું ધ્યાને આવેલ છે. જે સંદર્ભે વિભાગમાં હાજરીનું પ્રમાણ નિયમિત રીતે જળવાય તે માટે તમામ અધિકારી/કર્મચારીઓને નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
२. ઉક્ત વંચાણે લીધા ક્રમાંક-(૩) તથા (૪) પરના પરિપત્રોની સૂચનાઓ મુજબ કચેરીમા દરેક અધિકારી/કર્મચારી માટે આવવાનો સમય સવારે ૧૦:૩૦ કલાકે તથા કચેરી છોડવાનો સમય સાંજે ૬:૧૦ કલાકનો છે. આમ છતાં અમદાવાદથી આવતી પૉઇન્ટની બસો સચિવાલય સંકુલમાં પ્રવેશી શકતી ન હોવાથી તેમજ રસ્તામાં ટ્રાફિકજામ હોવાને કારણે સવારે કચેરીમાં આવવાના સમયમાં ૧૦ મિનિટ છૂટછાટ આપીને આ સમય ૧૦:૪૦ સુધીનો નક્કી કરવામાં આવેલ છે. આથી વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને કચેરીમાં આવવા-જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધુમાં, એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે ૧૦:૪૦ કલાક પછી આવનાર અથવા સાંજે ૬:૧૦ પહેલા જનાર અધિકારી/કર્મચારીઓની અડધા દિવસની પરચૂરણ રજા કાપવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો